અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના ન.પા કોંગ્રેસ કોર્પોરેટરોએ કલેક્ટરને શહેરના માર્ગો પહોળા કરવા આવેદનપત્ર આપ્યું
*મોડાસા ચાર રસ્તાથી રાણાસૈયદ મુખ્યમાર્ગ,ડુઘરવાડા રોડ , ભરુંડા રોડ,કલંદરી મસ્જિદ અને વોરા કોલોનીથી પહાડપુર રોડ*

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિકનો સતત વધારો થઈ રહ્યો છે મોડાસા નગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટરોએ શહેરમાંથી પસાર થતા મોડાસા ચાર રસ્તાથી
રાણાસૈયદ સુધીના સ્ટેટ હાઇવે પહોળો કરવા,રોડની બંને સાઈડ વાઇન્ડીંગ કરવા અને રોડ પર યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરવા અને રોડ પર પડેલા ખાડાઓથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતા રીપેરીંગ કરવાની માંગ સાથે અરવલ્લી જીલ્લા કલેક્ટર મિલિંદ બાપનાને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી
મોડાસા નગરપાલિકા કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું હતુંકે મોડાસા માર્ગ અને મકાન વિભાગમાં રોડ રસ્તા અને અનેક રજૂઆત કરવા છતાં પેટનું પાણી નથી હલતું ચાર રસ્તાથી રાણાસૈયદ ચોકડી સુધીનો રોડ ટ્રાફિકથી ભરચક રહેતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો,રાહદારીઓ અને આજુબાજુ સોસાયટીમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી રોડ પહોળો કરવામાં આવે તેમજ રોડની બંને બાજુમાં વાઇન્ડિંગ અને લાઇટની સુવિધા ઊભી કરવામાં આવે આ અંગે દરખાસ્ત થઈ ગઈ છે પણ ઝડપી અમલવારી થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું તદુપરાંત ડુઘરવાડા રોડ, કલંદરી મસ્જીદથી પહાડપુર રોડ સાંકડો હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે અને ભેરુંડા રોડ તેમજ શાહીનબાગ (વોરા કોલોની) થી પહાડપુર સુધીનો રોડ પહોળો કરવા માંગ કરી હતી
કોંગ્રેસી કોર્પોરેટરોએ જીલ્લા કલેક્ટર મિલિંદ બાપનાનાને રજૂઆત કરી આવેદનપત્રમાં જણાવેલ રોડની રૂબરૂ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવે અને યોગ્ય ન્યાયિક કામગીરી તંત્ર દ્વાર કરવામાં આવેની માંગ કરી હતી









