તાણા ખાતે સેવા સંકલ્પ અભિયા અંતર્ગત મંડળ કાર્યશાળાનું ઓગડ તાલુકા ભાજપ દ્વારા આયોજન કરાયું..
યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા,સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણના અવિરત સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ઓગડ તાલુકા ભાજપ દ્વારા બ.કાં. જિલ્લા ભાજપ મહામંત્રી તરૂણભાઈ મોદી,ઉપાધ્યક્ષ દિનેશભાઈ મેવાડા,મંડળ પ્રભારી ચેતનભાઈ ત્રિવેદી, સુખદેવસિંહ સોઢા,કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જોશી,ધર્મેન્દ્રસિંહ વાઘેલા,ઓગડ તાલુકા પંચાયત ના પ્રમુખ નીતાબેન ઠાકોર,ઓગડ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન કોટક,તેજાભાઈ દેસાઈ,નિરંજનભાઈ ઠકકર સહીત ભાજપા ના કાર્યકરોની ઉપસ્થિતિમા તાણા ખાતે તા. ૧૦/૦૯/૨૦૨૬ ના રોજ કાર્યશાળાનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યશાળામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કરવા તથા જનસેવાના કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવાના સંકલ્પ સાથે માર્ગદર્શન અને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સેવા અને સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કાર્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530







