GPO — JAMNAGAR HO ના ચોક્કસ કર્મચારીનું નાણા અને ખાતા કૌભાંડ — સેન્ટ્રલ તપાસ એજન્સીઓ ત્રાટકશે??

જામનગર હેડ પોસ્ટ ઓફિસના ખાતાઓમાં એક કર્મચારીએ કરેલી લાખો રૂપિયાની શંકા વાળી હેરફેર તો હિમશિલની ટોચ છે , આવા સનસનીખેજ કારસા કરનારને ખૂણામાં મુકવાના બદલે ફિલ્ડ ડ્યુટી સોંપતા તેને તો બધીજ બ્રચમાં ઇઝી ઍક્સેસ મળી ગયું નહી??

બેંગલોરથી દોઢ વર્ષ પહેલા પત્ર આવ્યો હતો તો હેડ પોસ્ટ માસ્ટર અત્યાર સુધી શું કરતા હતા??બીજી બ્રાન્ચીઝમાં આવી ગેરકાનૂની હરકતોનો શક્યતા નિવારી શકાતી નથી ….!!??

પગારના પ્રમાણમાં અસાધારણ નાણાની હેરફેર એ અગાઉ કચ્છ લગત ગાજેલા કોઈ ગતિવિધિનો ભાગ તો નથીને? જામનગર સાયબર સેલ સહિતની પોલીસની સઘન તપાસ નિર્ણાયક બની રહેશે

 

જામનગરની હેડ પોસ્ટ ઓફિસમાં જુદા જુદા દસ જેટલા ખાતાઓમાં સાંઇઠ લાખ જેટલા રૂપિયાના નાણાંકિય વ્યવહારો ક્રેડિટ અને વીઠડ્રો મામલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસના પગલે પ્રાથમિક દ્રષ્ટિએ જ ગુનાઇત પ્રવૃત્તિ થઈ હોવાનું મજબુત તારણ સામે આવી રહ્યું છે. આ પ્રકારના શંકાસ્પદ નાણાંકિય વ્યવહારો શહેરની અન્ય પોસ્ટ કચેરીમાં પણ થયા હોવાની શક્યતા નકારી શકાતી નથી કેમકે આવું કરનાર પણ આ એક જ કર્મચારી હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે જો કે આ તપાસ સંવેદનશીલ છે અને બેંગલોર જામનગર કચ્છ કાશ્મીર વગેરે કનેક્શન પણ નકારી શકાય તેમ નથી જો કે તપાસના હિતમાં બીજી અમુક સનસનીખેજ બાબતો જાહેર થાય તે હાલ અસ્થાને ગણાશે માટે એકંદર આ મામલે આગામી દિવસોમાં બીજી ઉચ્ચ તપાસ એજન્સીઓ જો જોડાશે તો સ્થાનિકમાંથી પ્રાદેશિક અને પ્રાદેશિકમાંથી આ મામલો રાષ્ટ્રીય પણ બની શકે છે હાલ જામનગર સાયબર સેલ સહિતની પોલીસ ટીમ , એસપી રવિમોહન સૈની ની સૂચનાથી ડીવાયએસપી જ્યવીરસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સઘન તપાસ ચલાવી રહી છે
જામનગર શહેરના ચાંદીબજાર સ્થિત ટપાલ કચેરીમાં તંત્રના જ એક કર્મીએ તેના સગા-સંબંધીઓ અને પરિચીતોના ખાતા ખોલાવી ટુંકાસમયગાળામાં જ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા હોવાનું અને તે નાણાં સાયબર ફ્રોડ ના હોવાનું જણાવતી અરજી મળ્યાના પગલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને ટપાલ તંત્ર પાસેથી દસ્તાવેજો સહિતની વિગતો મંગાવી હતી. આ વિગતો મળ્યા પછી પોલીસે સંબંધીતોની પ્રાથમિક તપાસકરવાનું શરૂ કર્યું છે, જેમાં અમુક વ્યક્તિઓ મળી આવી નથી, પરંતુ પોલીસ માની રહી છે કે, આ નાણાંકિય વ્યવહારોમાં ગુનાહિત પ્રવૃત્તિ હોવાની શક્યતા છે ,બીજી તરફ શહેરની મુખ્ય ટપાલ કચેરી ઉપરાંત મેડીકલ કેમ્પસ શાખા તેમજ હવાઈ ચોક શાખામાં પણ આ રીતે જ પોસ્ટ ઓફિસમાં આ ચોક્કસ કર્મચારીએ જ શંકાસ્પદ નાણા વ્યવહારો કર્યા હોવાની આશંકા ઘેરી બનતી જાય છે કેમકે પોલીસની તપાસ આ બ્રાંચ સુધી પણ લંબાઈ શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, બેંગ્લોર પોલીસમાં દોઢેક વર્ષ પહેલાં નોંધાયેલા સાયબર ફ્રોડની તપાસમાં જામનગરની મુખ્ય ટપાલ કચેરીના ખાતાનો ઉપયોગ થયાનું બહાર આવ્યું હતું છતાં જામનગર પોસ્ટ તંત્રએ ખાતાકીય ઢાંકપીછોડા કરવા માટે મરણ પ્રમાણપત્ર રજુ કરવા સહિતની પ્રવૃત્તિ કરી હતી, જે પણ અત્યારે શંકાના દાયરામાં આવે તેમ છે.
આ કૌભાંડ આચરનારા જે-તે સમયના મુખ્ય ટપાલ કચેરીના કર્મી આફતાફ માડકીયાની માત્ર બદલી કરવામાં આવી છે. પરંતુ તેને તો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે મૂક્યો હોય તેના માટે તો ઊલટું બધી જ પોસ્ટ ઓફિસમાં જવું સહેલું થઈ ગયું છે તેવું હેડ પોસ્ટ માસ્તરે શુકામ કર્યું?? તે અલગથી તપાસનો વિષય બની ગયો છે કેમકે પોસ્ટ તંત્રના નિયમ વિરૂઘ્ધ ટપાલ કચેરીના ખાતા ધારકના ફોર્મમાં સહી કરી પોતાના મોબાઈલ નંબર નાખીને ખાતા પોતે વાપરતો હતો અને એ મોબાઇલ નંબર નોંધાવેલો છે તે શું ચોક્કસ ઉપરીને ધ્યાનમાં ન હતું શું? તો પછી આ કૌભાંડ એક જ વ્યક્તિનું નહી રહેતા વધુ વ્યક્તિઓ વચ્ચે રચાયેલું આર્થિક ક્રાઈમ , સાયબર ફ્રોડ કે ગુનાહિત ષડયંત્ર નીકળે તો પણ નવાઈ નહી તેવી પ્રબળ શંકા જાણકારોને છે જો જામનગરની અન્ય ટપાલ કચેરીમાં પણ આ શખ્સે જ નાણાંકિય વ્યવહારો કર્યા છે તે પૂરવાર થાય તો તે સૂચવે છે કે, સ્થાનિક કક્ષાએ આ ટપાલ કર્મી જ મુખ્ય ભેજાબાજ હોય શકે છે અને તેની સાથે અન્ય પણ સંડોવાયેલા હોય તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી. કોને ખબર કેમ , જામનગર પોસ્ટ વિભાગ લગત એક નિવૃત કર્મચારીની પણ આવી જ કંઈક સરનેમ હતી તેમજ આવી સરનેમ ધારી એક બીજા નિવૃત કર્મચારીની શંકાસ્પદ હિલચાલના પગલે મહત્વની તપાસ એજન્સીએ સઘન પૂછપરછ પણ કરી હતી તેમ જાણકારોમાં ચર્ચા થાય છે. તો પછી સમગ્ર તપાસ રાષ્ટ્ર વિરોધી કોઈ પ્રવૃતિનો પર્દાફાશ કરશે એવું અનુમાન કરી શકાય કે નહી?? અને આ 68 લાખ જેવી રકમ જે પ્રાથમિક દ્રષ્ટિએ માલૂમ થઈ છે તેના બદલે કરોડોમાં ટ્રાન્જેક્શન ના બેંગલોર , જામનગર , કચ્છ કે કાશ્મીર વગેરે કનેક્શન નીકળી શકે છે કે શું?? તે આગામી સમય કહેશે. જામનગર પોલીસે આ ગંભીર મામલે પરિણામલક્ષી નક્કર તપાસ હાથ ધરી તેમાં પણ પોલીસને કઈક ઠોસ કડીઓ મળી હોવાનું અનુમાન છે બીજી તરફ પોસ્ટ ઓફિસના ચોક્કસ જવાબદારી સઘન પૂછપરછ અને ઉલટ તપાસની શક્યતાઓ નકારી શકાતી નથી અને આ ટ્રેસ થયેલા પોસ્ટ ખાતાઓની સંપૂર્ણ હિસ્ટ્રી તેમજ નાણા જમા કે ઉપાડવા બાબતે ઊંડી અને ચોક્કસ ફોરેન્સિક તપાસ તેમજ સીસીટીવી કેમેરાની ઈન ટોટલ સ્ટડી થાય તો પણ આ શખ્સ સાથે કનેક્ટેડ લોકો વિશે જાણવા મળી શકે અને મોબાઈલની વૈજ્ઞાનિક ઢબે તપાસ પણ ઘણા પ્રશ્નોના જવાબ આપી શકે તેમ છે માટે જામનગર પોલીસે સરાહનીય રીતે તાણાવાણા અને કડી જોડવા માટે અમુક ગુપ્ત તપાસ પણ શરૂ કરી છે આ ઇન્ટલેક્ચ્યુઅલ તપાસ ઘણા રહસ્યો ઉપરથી પરદો ઊચકશે કે શું??

રિપોર્ટ બાય ભરત જી ભોગાયતા જર્નલિસ્ટ

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો