ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની રજૂઆત રંગ લાવી: કરજણ નહેરમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી,
ધારાસભ્યનો માન્યો આભાર
૧૫૨-ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્યશ્રી રીતેશકુમાર વસાવા દ્વારા કરજણ જળાશયમાંથી નહેરમાં તાત્કાલિક પાણી છોડવા માટે સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆત આખરે ફળી છે. પ્રશાસન દ્વારા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય લેવાતા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતોમાં આનંદ અને રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.
ચોમાસું ખેંચાવાના કારણે ઝઘડિયા વિસ્તારમાં તુવેર, કપાસ, શેરડી અને જુવાર જેવા ઉભા પાક સુકાઈ જવાના આરે પહોંચ્યા હતા. નહેરમાં સમયસર પાણી છોડાવાથી હવે આ પાકને નવજીવન મળશે અને ખેડૂતો સંભવિત આર્થિકપાયમાલીમાંથી ઉગરી જશે.આપત્તિના સમયે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા બદલ ખેડૂતોએ ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
![]()
![]()
![]()
છે.


છે.







