MORBI:મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે

MORBI:મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે

51 દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવાશે : અત્યાર સુધીમાં 130 દિકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂક્યું છે ગ્રુપ

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સેવાકાર્ય માટે હંમેશા ખડેપગે રહેતા ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારી નિભાવવાની પરંપરાને આગળ ધપાવતા હવે પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારોની તેમજ માતા-પિતા વિનાની દિકરીઓના લગ્ન એક પરિવારની જેમ ધામધૂમથી કરાવવામાં આવશે. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી 20 જાન્યુઆરી 2027ના રોજ પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 51 દિકરીઓના લગ્ન કરાવવામાં આવશે. ખાસ કરીને માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી દિકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અગાઉ ચાર વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 5 દિકરીઓ, દ્વિતિય સમૂહ લગ્નોત્સવમાં 11 દિકરીઓ, ત્રિતિય સમૂહ લગ્નોત્સવમાં 21 દિકરીઓ અને ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં 41 દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આમ, અગાઉના ચાર સમૂહ લગ્નોત્સવમાં કુલ 78 દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. હવે પાંચમા સમૂહ લગ્નોત્સવમાં વધુ 51 દિકરીઓના લગ્ન કરાવવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 129 દિકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ પૂર્ણ થશે.

 

આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેઓ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ મો.9904855551 પર સંપર્ક કરી શકે છે. તેમજ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છુક દિકરીઓએ ફોર્મ મેળવવા માટે મો.70697 70679, 89803 46649, 99134 30772, 96249 03743 તથા 9904855551 પર સંપર્ક કરી શકાશે. ગ્રુપ દ્વારા આ સેવાકીય કાર્યનો લાભ લેવા ઇચ્છુક દિકરીઓ અને તેમના પરિવારજનોને વહેલી તકે સંપર્ક કરી ફોર્મ મેળવવા તથા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો