કાલોલ:ટીંબાગામ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી.

તારીખ ૦૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ની ટીંબાગામ પ્રાથમિક શાળા ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ્ અને તત્ત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના મહત્વ અંગે સુંદર વક્તવ્યો રજૂ કર્યા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શિક્ષકના જીવનમાં રહેલા મહત્વને ઉજાગર કર્યું હતું.

વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા માત્ર જ્ઞાન આપનાર તરીકે નહીં, પરંતુ જીવન ઘડતર કરનાર માર્ગદર્શક તરીકે વર્ણવી હતી. શિક્ષકોના સન્માન માટે વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને શિક્ષક-વિદ્યાર્થીના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવતો આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જીવનચરિત્ર અને તેમના શિક્ષણક્ષેત્રેના અમૂલ્ય યોગદાન અંગે માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સદાચાર, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ટીંબાગામ પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.“શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જનાર સાચો માર્ગદર્શક છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો