તારીખ ૦૯/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે આખું પંચમહાલ ગુંજી ઉઠ્યું છે, ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર કાછીયાવાડમાં થયું છે વેજલપુર ના રાજા નું શાનદાર આગમન!
કાલોલ તાલુકાના વેજલપુરના કાછીયાવાડ વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે કાછીયાવાડના યુવા ધન અને સમસ્ત વેજલપુર ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.શ્રીજીની શોભાયાત્રા ધર્મેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ત્યાંથી સિંધીવાડ, ગ્રામ પંચાયત કચેરી, ચંદન સોસાયટી જેવા મુખ્ય વિસ્તારોમાં નગરયાત્રા સ્વરૂપે ફરી હતી.આખા રસ્તે ઠેર ઠેર ગણેશ ભક્તોએ ફૂલો વરસાવીને શ્રીજીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ડીજે ના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા, નાચ્યા હતા અને ગરબાની રમઝટ સાથે વેજલપુર ના રાજાનું કાછીયાવાડ સ્વામિનારાયણ મંદિર પાસે શાનદાર આગમન કરાવવામાં આવ્યું હતું.આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.વેજલપુર ના રાજાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. વિઘ્નહર્તા સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.











