સ્વચ્છ બાંટવા–સુંદર બાંટવા’ના સંકલ્પ સાથે ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને વેગ

બાંટવા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારમાં વિઝીબલ સફાઈ સુનિશ્ચિત કરવા, કચરાના પોઈન્ટોનું નાબૂદીકરણ કરવા તેમજ ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી વધુ સુચારૂ રીતે થાય તેવા હેતુથી આજ રોજ બાંટવા નગરપાલિકા મીટિંગ હોલ ખાતે સ્વચ્છતા કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસરશ્રી તથા સેનેટરી ઈન્સ્પેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં નગરપાલિકાની સેનેટેશન શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારો, જાહેર શૌચાલયના કેરટેકરો, વોર્ડ સુપરવાઈઝરો તેમજ ડોર-ટુ-ડોર કલેક્શન વાહનોના ડ્રાઈવરો સહિતના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન શહેરી વિસ્તારમાં રસ્તાઓ તથા જાહેર સ્થળોની વિઝીબલ સફાઈ, કચરાના પોઈન્ટોનું કાયમી નાબૂદીકરણ, નિયમિત સફાઈ, ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ, કચરાનું યોગ્ય સેગ્રીગેશન તથા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સફાઈ કર્મચારીઓ, વોર્ડ સુપરવાઈઝરો તથા ડોર-ટુ-ડોર કલેક્શન ટીમ દ્વારા પોતાની ફરજ દરમિયાન સમયસર, નિયમિત અને જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવે તેમજ શહેરી વિસ્તારમાં કોઈપણ પ્રકારના કચરાના ઢગલા કે ગંદકીના પોઈન્ટો ઊભા ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બાંટવા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ બાંટવા–સુંદર બાંટવા’ના સંકલ્પ સાથે ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનને સફળ બનાવવા નગરપાલિકાના સ્વચ્છતા કર્મચારીઓની કામગીરીની સાથે નાગરિકોનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. નગરજનોને પોતાના ઘરનો કચરો માત્ર ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપવા તથા જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા બાંટવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો