MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમા સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે દરિદ્રનારાયણની સેવા માટે દાતા પ્રમુખ લા જગદીશભાઈ ડી કાવર દ્વારા બે વ્હીલ ચેર આપવામાં આવી. આ સનાતન સાધના કેન્દ્રમાં હાલ ૬૦ જેટલા દરિદ્રનારાયણની વિવિધ રોગોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેમાં ફક્ત અલગ ફ્રૂટના જ્યુસ અને ફ્રૂટ આપવામાં આવે છે આ રીતે દરેક દરિદ્રનારાયણની સારી એવી સારસંભાળ લેવામાં આવે છે આ વ્હીલ ચેર પ્રોજેક્ટમાં પ્રમુખની સાથે પાસ્ટ પ્રેસિડેન્ટો લા અમિતભાઈ એસ સુરાણી, લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, લા કેશુભાઈ દેત્રોજા તથા ખજાનચી લા મણીલાલ જે કાવર ઉપસ્થિત રહ્યા હતા, એવુ સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા ની યાદી મા જણાવવામાં આવે છે.










