પ્રોહીબીશનના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પ્રોહીબીશનના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

તાહિર મેમણ – આણંદ – 09/08/2026 – આણંદ

પોલીસ મહાનિરીક્ષક સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ જી.જી. જસાણી , પોલીસ અધિક્ષકશ્રી આણંદ નાઓએ જિલ્લાના તથા બહારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ અસરકારક કામગીરી કરવા માટે સૂચનાઓ આપેલ.

જે અન્વયે શ્રી વી.ડી. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નાઓએ એલ.સી.બી. અધિકારી તથા સ્ટાફના કર્મચારીઓની નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ અલગ અલગ ટીમો બનાવેલ. એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અ.હે.કો. રણવીરસિંહ મહેન્દ્રસિંહ નાઓને હકીકત મળેલ કે, ખંભોળજ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાનો નાસતો ફરતો આરોપી નગીન ઉર્ફે બકો સોલંકી રહે. હમીદપુરા નાનો પોતાના ઘરે હાજર છે.

જે ચોક્કસ માહિતી આધારે સ્ટાફના માણસોએ બતાવી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા બતાવી મુજબના વર્ણનવાળો ઇસમ મળી આવતાં તેની પૂછપરછ કરતા પોતે નગીનભાઈ ઉર્ફે બકો મણીભાઈ સોલંકી, ઉ.વ. ૩૨, રહે. હમીદપુરા, લીમડીવાળુ, તા. ઉમરેઠ, જી. આણંદ હોવાનું જણાવેલ.

જે અંગે ખાતરી તપાસ કરી સદર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડેલ આરોપી:

નગીનભાઈ ઉર્ફે બકો મણીભાઈ સોલંકી, ઉ.વ. ૩૨, રહે. હમીદપુરા, લીમડીવાળુ, તા. ઉમરેઠ, જી. આણંદ.

નાસતા ફરતા ગુનાની વિગત:

૧) ખંભોળજ પો.સ્ટે. પ્રોહી એક્ટ હેઠળનો ગુનો.

૨) ડેસર પો.સ્ટે. પ્રોહી એક્ટ હેઠળનો ગુનો.

કામગીરી કરનાર ટીમ:

શ્રી વી.ડી. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર,

શ્રી આર.એમ. ચૌહાણ પો.સ.ઇ., શ્રી આર.જે. રાણા પો.સ.ઇ.,

ASI જલમસિંહ, HC રણવીરસિંહ, પ્રભાકરકુમાર, બહાદુરભાઈ, રજનીકુમાર.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો