થરા મા ભાજપા થરા શહેર મંડળ દ્વારા સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત બેઠક મળી…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન માટે ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીન દયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં ભાજપા થરા શહેર મંડળ દ્વારા બ.કાં.જિલ્લા ભાજપ પૂર્વમહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, થરાસ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમા તા.૦૯/૦૯/૨૦૨૬ ના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા,આયોજન અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે ચર્ચા કરી સૌને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. સેવા,સમર્પણ અને સંકલ્પ સાથે જનસેવાના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે બ.કાં.જિલ્લા ભાજપ મંત્રી વડગામ તાલુકા ભાજપ પ્રભારી જિલ્લા અનુસૂચિત મોરચા પ્રભારી શરદભાઈ સાંપારિયા,પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, ભુપતભાઈ ગોહિલ, શ્રી કલાકાર કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારના ડિરેક્ટર દીપકભાઈ જોષી,થરા શહેર ભાજપ મહામંત્રી રાધેવેન્દ્ર જોષી,પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,અંકુરભાઈ ઠક્કર, સોમાજી જગાણી સહીત થરા શહેર સંગઠનના હોદ્દેદારો, કારોબારી સભ્યો, શક્તિ કેન્દ્ર સંયોજકો, નગર પાલિકાના કોર્પોરેટરો,તમામ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ થરા શહેર ના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530











