વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ, ખાતે તા. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ TVS બનાસકાંઠા SPNF પ્રોડ્યૂસર કંપની લિમિટેડના સભ્યો માટે પ્રાકૃતિક ખેતી વિષયક કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, પંચસ્તરીય મોડેલ તથા બાગાયતી પાકોના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમમાં શ્રી અયદાનભાઈ પટેલ, જિલ્લા સંયોજક, SPNF વાવ-થરાદ, શ્રી દિલીપભાઈ બારોટ, જિલ્લા સંયોજક, SPNF બનાસકાંઠા, શ્રી અમરાભાઈ પટેલ, ચેરમેન, TVS SPNF એફપીઓ તેમજ ડિરેક્ટરો અને સભાસદોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ. કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વૈજ્ઞાનિક ડૉ. સતિષ ચુડાસમા દ્વારા એફપીઓ સભ્યોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, વિવિધ પદ્ધતિઓ, તેના મહત્વ તથા પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનોના સામૂહિક ઉત્પાદન, એકત્રીકરણ, ગુણવત્તા જાળવણી અને બજાર વ્યવસ્થાપન અંગે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એફપીઓ મારફતે ખેડૂતોના ઉત્પાદનોનું જથ્થાબંધ સંકલન કરી તેનું યોગ્ય માર્કેટિંગ અને વેચાણ કેવી રીતે કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિક ડૉ. પવન પટેલ અને ડો. જીગ્નેશ પટેલ દ્વારા દ્વારા પંચસ્તરીય મોડેલ તથા વિવિધ બાગાયતી પાકોના વાવેતર અને પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૯૦ થી વધુ સભાસદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ તથા ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી નિષ્ણાતો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂત ઉત્પાદક સંસ્થાના સભ્યોની તકનીકી ક્ષમતા વધારવા, પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, સામૂહિક ઉત્પાદન અને બજાર વ્યવસ્થાપનને સુદૃઢ બનાવવા તેમજ ખેડૂત ઉત્પાદક સંસ્થાને ખેડૂતો માટે અસરકારક તકનીકી અને વ્યવસાયિક સહાય કેન્દ્ર તરીકે વિકસાવવા માટે મહત્વપૂર્ણ તકનીકી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.










