યોગેશ કાનાબાર અમરેલી
અમરેલી ST બસ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી

અમરેલી: જાફરાબાદથી ગાંધીનગર જતી ST બસ નવા ગીરીયા નજીક અકસ્માતગ્રસ્ત બની હતી. બસ રોડની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની તપાસ દરમિયાન બસના ડ્રાઈવર ભાવેશભાઈ બોચીયા નશાની હાલતમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, ડ્રાઈવરે કેફી પીણું પીધેલી હાલતમાં બસ ચલાવી હોવાનું નોંધાયું છે. ઉપરાંત ડ્રાઈવર પાસે કોઈ પાસ-પરમિટ ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(B) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ST બસ અકસ્માત બાદ ડ્રાઈવરની બેદરકારી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.









