સુરેન્દ્રનગર LCBની મોટી સફળતા: લીંબડી- ચોટીલા હાઇવે પરથી રૂ.

તા.09/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

 

રૂ. 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂની 31,452 બોટલો જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, નાસિકના સપ્લાયર સહિત 3 સામે ગુનો દાખલ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે શરૂ કરવામાં આવેલા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની સુરેન્દ્રનગરને મોટી સફળતા સાંપડી છે. LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે લીંબડી- ચોટીલા નેશનલ હાઇવે પર દરોડો પાડીને કન્ટેનર ટ્રકમાંથી રૂ. 1.00 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં દારૂ, કન્ટેનર ટ્રક અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 1.26 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે LCB ટીમ સતત પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપભાઇ બોરીચાને ચોક્કસ બાતમી મળી હતી કે, લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર રાસ્કા બોડીયા ગામના પુલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલું એક કન્ટેનર પસાર થવાનું છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તલાશી લીધી હતી. કન્ટેનર ટ્રકની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કાચની નાના-મોટી સીલબંધ કુલ 31,452 બોટલો મળી આવી હતી. પોલીસ ટીમે કન્ટેનરમાંથી મળેલ ગેરકાયદે વિદેશી દારૂ, વાહન અને અન્ય સામગ્રી કબ્જે કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં વિદેશી દારૂની 31,452 બોટલ કિ.રૂ.1,00,93,980 તથા આઇશર/કન્ટેનર ટ્રક 1 કિ.રૂ.25,00,000 તથા મોબાઇલ ફોન 2 રૂ.20,000 સમગ્ર કુલ મળીને રૂ.1,26,13,980 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલકની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિતના અન્ય સૂત્રધારોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલ આરોપી જુજારામ રીડમલરામ ગોદારા (જાટ) રહે, પુરાવા ગામ, તા. ધોરીમના, બાલોતરા, રાજસ્થાન – ટ્રક ચાલક અને પકડવાના બાકી આરોપી જેમાં કન્ટેનર ટ્રકનો માલિક રમેશકુમાર રહે, નાશિક, મહારાષ્ટ્ર – દારૂનો જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ તથા તપાસ દરમિયાન ખુલે તે તમામ હાલમાં સુરેન્દ્રનગર LCB દ્વારા નાશિકથી દારૂ મોકલનાર અને ગુજરાતમાં આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો