તારીખ ૨૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ ગામે ગતરોજ વિકાસના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામના રાઠવા ફળિયામાં વર્ષોથી કાચો રહેલો રસ્તો હવે પાકો બનવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કાનોડ ગામના રાઠવા ફળિયામાં કાચાથી પાકા રસ્તાના નિર્માણ માટે જંગલ કટિંગ અને સફાઈના કામની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આશરે બે કિલોમીટર લાંબા આ રસ્તાનું કામ શ્રીફળ ફોડીને શરૂ કરવામાં આવ્યું હતું.અને આ રસ્તો બનવાથી રાઠવા ફળિયાના ખેડૂતો અને ગ્રામજનોને ચોમાસામાં પડતી ભારે મુશ્કેલીમાંથી રાહત મળશે અને અવર-જવર સરળ બનશે.આ વિકાસ કાર્ય બદલ ગ્રામજનોએ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પ્રવિણસિંહ ચૌહાણ, ગામના સરપંચશ્રી, તલાટી સહિત ગામના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









