MORBI:મોરબીના વાઘપરામાં પાર્ક કરેલી કારમાં અચાનક વિકરાળ આગ: જોતજોતામાં કાર બળીને ખાખ, રહીશોમાં ફફડાટ

MORBI:મોરબીના વાઘપરામાં પાર્ક કરેલી કારમાં અચાનક વિકરાળ આગ: જોતજોતામાં કાર બળીને ખાખ, રહીશોમાં ફફડાટ

 

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં આજે એક કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. વાઘપરા શેરી નંબર ૧૭ માં ઊભેલી કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં જોતજોતામાં તે વિકરાળ બની ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, વાઘપરા શેરી નં. ૧૭ માં પાર્ક કરેલી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે કાર ક્ષણભરમાં અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી અને જોતજોતામાં બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.

રહેણાંક વિસ્તારની સાંકડી શેરીમાં આ ભીષણ આગ લાગતાં સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેના પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ધોળા દિવસે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો