MORBI:મોરબી ધોળેશ્વર મહાદેવ ખાતે ગોસ્વામી સમાજના સમાધિ સ્થાને ૧ નવેમ્બરે સફાઈ અને રંગરોગાન અભિયાન યોજાશે

MORBI:મોરબી ધોળેશ્વર મહાદેવ ખાતે ગોસ્વામી સમાજના સમાધિ સ્થાને ૧ નવેમ્બરે સફાઈ અને રંગરોગાન અભિયાન યોજાશે; સમાજના લોકોને ઉપસ્થિત રહેવા યુવક મંડળની અપીલ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પવિત્ર શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ગોસ્વામી સમાજનું પ્રાચીન સમાધિ સ્થાન આવેલું છે. હાલ આ જગ્યાએ મોટા પ્રમાણમાં બાવળ, આંકડા તેમજ અન્ય જંગલી વનસ્પતિ ઊગી નીકળતાં અગોચર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના લીધે સમાધિ દર્શનાર્થે આવતા જ્ઞાતિજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, આગામી દિવાળીના તહેવારો પૂર્વે સમગ્ર સમાધિ પરિસર સુવ્યવસ્થિત બને તે હેતુથી શ્રી મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા એક વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન આગામી તારીખ ૦૧-૧૧-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી યોજાશે. જમીન પર ઊગી નીકળેલા કાંટાળા બાવળ, આંકડા અને જંગલી વનસ્પતિને મૂળમાંથી દૂર કરવાની કામગીરી માટે મજૂરોની વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમગ્ર મોરબી દશનામ ગોસ્વામી સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, મજૂરો દ્વારા સાફ-સફાઈનું કામ કરવામાં આવનાર હોવા છતાં, નિર્ધારિત તારીખ અને સમયે સમાધિ સ્થાને ઉપસ્થિત રહી પોતપોતાના વડીલોની સમાધિની જાતે સાફ-સફાઈ તથા રંગ-રોગાન કરી સુશોભિત કરે, જેથી દિવાળીના તહેવાર દરમિયાન દર્શનાર્થે આવતા કોઈ પણ જ્ઞાતિજનને અવરજવરમાં મુશ્કેલી ન પડે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો