દિયોદર તાલુકા ની વાતમ જુના ની અભેગઢ પ્રા શાળા મા ૧૪ વર્ષ ની અવિરત સેવા બાદ શિક્ષક ની ગૌરવભરી વિદાય સમગ્ર વિસ્તાર ભાવુક બન્યું

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના વાતમ જુના વિસ્તાર ના અભેગઢ પ્રા શાળા ખાતે વિદાય સમારંભ યોજાયો. શિક્ષક એ માત્ર વ્યક્તિ નથી, પણ એક વિચાર છે, એક સંસ્કાર છે, જે પેઢીઓ સુધી વિદ્યાર્થીઓના હૃદયમાં જીવંત રહે છે. આ વાતને ચરિતાર્થ કરતો એક ભાવસભર અને યાદગાર વિદાય સમારંભ વાતમ જુના ના અભેગઢ શાળા મા યોજાયો

 

અત્રેની અભેગઢ પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૬ વર્ષથી એટલે કે સન ૨૦૧૦ થી સતત અને અવિરત શૈક્ષણિક સેવા આપતા કર્મનિષ્ઠ, પ્રામાણિક અને વિદ્યાર્થી પ્રિય શિક્ષક પ્રજાપતિ સંજયભાઈ રામચંદજી નો ભવ્ય અને ભાવભીનો વિદાય સમારંભ શાળા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

 

શ્રી સંજયભાઈ રામચંદજીએ પોતાના ૧૬ વર્ષના સેવાકાળ દરમિયાન શાળાને પોતાનું બીજું ઘર માનીને સેવા આપી છે. ગામના બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર, શિસ્ત, સ્વચ્છતા અને નૈતિક મૂલ્યોનું સિંચન કર્યું છે. તેમના હાથે તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ આજે અલગ ધંધાકીય અને પ્રાવેટ અને સરકારી નોકરી કરી રહ્યા છે તેમની સરળ, શાંત અને મિલનસાર સ્વભાવના કારણે તેઓ વિદ્યાર્થીઓમાં જ નહિ, પરંતુ સમગ્ર વાતમ જુના અને અભેગઢ વિસ્તાર અત્યંત લોકપ્રિય બન્યા હતા.

 

 

 

આ વિદાય સમારંભને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

જેમાં ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી આજુબાજુની પ્રાથમિક શાળાઓ જેવી કે જુના વાતમ પ્રા શાળા તથા આજુબાજુ સેન્ટર શાળાઓના આચાર્યશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ડેલીગેટ વાતમ જુના અને નવા વાતમ ગામના સરપંચઓ તથા તાલુકા પંચાયત સદસ્ય શાળા વ્યવસ્થાપન સમિતિ (S.M.C.) ટીમના તમામ સભ્ય મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શ્રી સંજયભાઈની કામગીરીને બિરદાવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, “એક સારા શિક્ષકની બદલી કે વિદાય એ માત્ર શાળા માટે નહિ, પરંતુ આખા ગામ માટે ખોટ છે. સંજયભાઈએ ક્યારેય સમય કે સંજોગો જોયા વગર માત્ર બાળકોના હિતને જ પ્રાધાન્ય આપ્યું છે.”

 

 

 

જ્યારે શાળા પરિવાર વતી શ્રી સંજયભાઈનું સાફો, સાલ, શ્રીફળ, પુષ્પમાળા, સ્મૃતિ ભેટ અને અભિનંદન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. અનેક વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. પોતાના પ્રતિભાવમાં શ્રી સંજયભાઈએ પણ અભેગઢ શાળા અને વાતમ જુના ગામના લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “આ 16 વર્ષ મારા જીવનના સૌથી યાદગાર વર્ષો રહ્યા છે. આ ગામે મને ખૂબ પ્રેમ આપ્યો છે, જે હું ક્યારેય ભૂલી શકીશ નહિ.”

 

અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શ્રી સંજયભાઈના ઉજ્જવળ ભવિષ્ય, નિરામય સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો