સ્વચ્છ વંથલી–સુંદર વંથલીના સંકલ્પ સાથે સ્વચ્છતા કર્મચારીઓને વિશેષ તાલીમ

વંથલી નગરપાલિકા દ્વારા શહેરી સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વંથલી નગરપાલિકાના સભાખંડ ખાતે સ્વચ્છતા કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યોજાયેલી તાલીમમાં સફાઈ કામદારો, જાહેર શૌચાલયના સંભાળક કર્મચારીઓ, વોર્ડ નિરીક્ષકો તથા ઘર-ઘર કચરા સંગ્રહ માટેના વાહનચાલકો સહિતના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન જાહેર સ્થળોની સ્વચ્છતા, કચરાના સ્થળોનું કાયમી નિવારણ, નિયમિત સફાઈ, ઘર-ઘર કચરા સંગ્રહ, કચરાનું યોગ્ય રીતે અલગકરણ તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા કામગીરી સમયસર અને જવાબદારીપૂર્વક કરવા તથા શહેરી વિસ્તારમાં કચરાના ઢગલા કે ગંદકીના સ્થળો ઊભા ન થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વંથલી નગરપાલિકા દ્વારા “સ્વચ્છ વંથલી–સુંદર વંથલી”ના સંકલ્પ સાથે ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા નગરજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. નગરજનોને ઘરનો કચરો ઘર-ઘર કચરા સંગ્રહના વાહનમાં જ આપવા તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો