ભુજિયા ડુંગરની અનોખી સફર: 80થી વધુ ફિટનેસ પ્રેમીઓએ પ્રકૃતિ, ઇતિહાસ અને એડવેન્ચરની મજા માણી ભુજ રનર્સ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ ઓક્ટોબર : ભુજ બ્લોગર્સ અને પાર્ટ-ટાઈમ નોમેડ્સના સંયુક્ત ઉપક્રમે ‘મન્થલી માઈલ્સ 2’ અંતર્ગત ‘ભુજિયો 360’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજિયા ડુંગરને જાણવા અને માણવાના ધ્યેય સાથે યોજાયેલી આ ફિટનેસ ટ્રેકિંગ ઇવેન્ટમાં 80 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ઈવેન્ટની શરૂઆત ભુજિયા કિલ્લા ખાતે આવેલા મહાદેવ મંદિરથી થઈ હતી. આ ઈવેન્ટ દરમિયાન ઉત્સાહી ભાગ લેનારાઓએ 1 કલાક અને 45 મિનિટના સમયગાળામાં 93 મીટરના એલિવેશન સાથે 2.64 કિલોમીટરનું ટ્રેકિંગ અને રનિંગ કર્યું હતું. તમામ સહભાગીઓ માટે સમગ્ર રૂટ પ્રકૃતિ, ઇતિહાસ અને એડવેન્ચરનો એક અદભુત સંગમ બની રહ્યો હતો. ભાગ લેનારાઓ માટે આ એક ખૂબ જ અદભુત અને યાદગાર અનુભવ રહ્યો હતો. આયોજકો દ્વારા લોકોને ફિટનેસ અને પ્રકૃતિ સાથે જોડાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ભુજિયા ડુંગરની આસપાસની અદભુત સવાર અને સુંદર વાતાવરણે આ ઈવેન્ટને વધુ રોમાંચક બનાવી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો