વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
ચોરવાડ : ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત ચોરવાડ પોલીસે સરાહનીય કામગીરી કરી એક અરજદારને તેમના ફસાયેલા રૂ. ૨,૨૭,૦૦૦/- ની પૂરેપૂરી રકમ પરત અપાવી ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્રને સાર્થક કર્યું છે.
અરજદાર મધુભાઈ હીરાભાઈ શાહના ખાણ-ખનીજ વિભાગની રોયલ્ટી અને જીએસટી પેટેના નાણાં લાંબા સમયથી અટવાયેલા હતા. આ અંગે પોલીસ સમક્ષ રજૂઆત થતાં, ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. ડી. હિંગરોજા અને પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અરજદાર તેમજ સામાવાળા (આક્ષેપિત) પક્ષ બંનેને પોલીસ સ્ટેશન બોલાવી, કાયદાકીય પાસાઓની યોગ્ય સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. જેના પરિણામે અરજદારને તેમના રૂ. ૨,૨૭,૦૦૦/- ની રકમ હેમખેમ પરત મળી હતી. આ સાથે જ પોલીસે સામાન્ય નાગરિકોને છેતરપિંડી કે લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.










