MORBI:મોરબી રેલવે સ્ટેશન રોડ પરથી આધાર-પુરાવા વગરના ૪૨ મોબાઈલ સાથે બે દુકાનદારો ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે ચોરી કે છળકપટથી મેળવેલા ૪૨ નંગ મોબાઈલ ફોન સાથે બે દુકાનદારોને મોરબી એસ.ઓ.જી. (SOG) અને એ.આર.સી. (ARC) સેલની ટીમે ઝડપી પાડ્યા છે.
મોરબી એસ.ઓ.જી. તથા એ.આર.સી. સેલનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલી બે અલગ-અલગ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ‘નિલકંઠ મોબાઈલ’ તથા ‘શિવશક્તિ એસેસરીઝ’ નામની દુકાનોમાંથી અલગ-અલગ કંપનીના કુલ ૪૨ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા..

પોલીસે બંને દુકાનધારકો પાસે આ મોબાઈલ ફોનના બિલ કે ખરીદી અંગેના આધાર-પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા. જેથી આ મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવેલા હોવાની આશંકાએ પોલીસે રૂ. ૨૧,૦૦૦ની કિંમતના ૪૨ મોબાઈલ ફોન BNSS કલમ-૧૦૬(૧) મુજબ કબજે કર્યા હતા.
આ મામલે પોલીસે:૧. ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશા (રહે. ફ્લેટ નં. ૩૦૨, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, સામાકાંઠે, મોરબી)૨. વિષ્નુભાઈ સમનારામજી ચૌધરી (રહે. હરિ પાર્ક સોસાયટી, ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી)
બંને ઈસમો સામે BNSS કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટકાયતી પગલાં ભરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.













