રાજુલામાં નાગરિક સહકારી બેંકના નવનિર્મિત અધ્યતન ભવન અને સેફ ડિપોઝિટ વોલ્ટ (લોકર)નું 13મીએ લોકાર્પણ*

*યોગેશ કાનાબાર અમરેલી

રાજુલામાં નાગરિક સહકારી બેંકના નવનિર્મિત અધ્યતન ભવન અને સેફ ડિપોઝિટ વોલ્ટ (લોકર)નું 13મીએ લોકાર્પણ*

અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાના વરદહસ્તે ભવન અને સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરનું ઉદ્ઘાટન કરાશે

રાજુલા: રાજુલા નાગરિક સહકારી બેંક દ્વારા નવનિર્મિત અધ્યતન ભવન તેમજ સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરની સુવિધાનું લોકાર્પણ આગામી 13 સપ્ટેમ્બર, 2026ના રવિવારના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદહસ્તે બેંકના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવશે.

સને 1971માં સ્થાપના પામેલી અને છેલ્લા 55 વર્ષથી સહકારી ક્ષેત્રે અગ્રેસર રહેલી રાજુલા નાગરિક સહકારી બેંક લી.એ ગ્રાહકોના અતૂટ વિશ્વાસના પ્રતિક સમાન આધુનિક સુવિધાઓથી સજ્જ નવું અધ્યતન ભવન નિર્માણ કર્યું છે. આ સાથે હાલ માં ગ્રાહકો માટે બેન્કિંગ સેવાઓ જેવી કે, RTGS/NEFT/CTS/QR તેમજ કોઈ પણ છૂપા ચાર્જ વિના કરંટ/સેવિંગ્સ ખાતા ની સેવાઓ આપી રહી છે. સાથે સાથે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

લોકાર્પણ સમારોહમાં અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાજુલા ધારાસભ્યના પ્રતિનિધિ હિરાભાઈ સોલંકી, ધારાસભ્ય , મહેશભાઈ કસવાળા ધારાસભ્ય સાવરકુંડલા તેમજ લીલીયા, ધારી, અમરેલી, બાબરા, બગસરા સહિતના આગેવાનો તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સમારોહ બપોરે 4 કલાકે ઉદ્ઘાટન સમારોહ ત્થા 5.00 કલાકે સામાન્ય સભા તથા સાંજે 7:30 કલાકે ભોજન સમારોહ સાથે યોજાશે. બેંકના વર્ષ 2020-25 સુધીના ડિરેક્ટરો, વર્ષ 2025-30ના નવા બોર્ડ ઓફ ડિરેક્ટરો, મેનેજર, કર્મચારીઓ દ્વારા બેંકના તમામ સભાસદ ત્થા ગ્રાહકો, અને શુભેચ્છકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

બેંકના ડિરેક્ટરો, કર્મચારીઓ અને ગ્રાહકોના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં આશરે 1500 જેટલા ખાતેદારો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. બેંકના પ્રમુખ વિજયભાઈ કોટલા , ઉપપ્રમુખ કશ્યપ ભાઈ પારેખ ત્થા મેનેજર શ્રી જીગ્નેશભાઈ જોષી ત્થા ડિરેક્ટર શ્રી એ તમામ ગ્રાહકોને કાર્યક્રમમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો