વલસાડ નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ ટેન્ડરમાં કરોડોના કૌભાંડની આશંકા: ઉચ્ચસ્તરીય તપાસની માંગ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વલસાડ નગરપાલિકા દ્વારા નવેમ્બર-૨૦૨૫ દરમિયાન મંજૂર કરવામાં આવેલા સ્ટ્રીટ લાઈટ સંબંધિત ટેન્ડરમાં બજારભાવ કરતાં અસામાન્ય રીતે ઊંચા દર મંજૂર કરીને જાહેર નાણાંનો મોટો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ લોકજીભે ઉઠી છે આ મામલે સમસ્ત આદિવાસી સમાજના આગેવાન ડૉ. નિરવભાઈ પટેલે લોકોની રજૂઆતના આધારે વલસાડ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ૩૦ દિવસમાં સમયબદ્ધ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની કડક માંગ કરી છે.બજારભાવ કરતાં ૧૦ ગણા વધુ ભાવ મંજૂર કરાયાનો આક્ષેપ કલેક્ટરને મોકલવામાં આવેલી ફરિયાદમાં પ્રાથમિક માહિતીના આધારે ચોંકાવનારા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. બજારમાં આશરે ₹૫૦૦ થી ₹૮૦૦ માં મળતી 90W LED સ્ટ્રીટ લાઈટ માટે ટેન્ડરમાં અંદાજે ₹૫,૦૦૦ થી ₹૬,૦૦૦ સુધીના ભાવ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ₹૩૦૦-₹૪૦૦ ની કિંમતની વસ્તુઓ માટે ₹૩,૦૦૦ થી ₹૪,૦૦- અને ₹૨૦-₹૫૦ ની નાની વસ્તુઓ માટે ₹૧૦૦ સુધીના ઊંચા દરો સ્વીકારવામાં આવ્યા છે.આથી ડો.પટેલ દ્વારા નવેમ્બર-૨૦૨૫ ના ટેન્ડરના BOQ, અંદાજો, ટેકનિકલ મંજૂરી, Comparative Statement અને અત્યાર સુધી થયેલી તમામ ચુકવણીઓની બારીકાઈથી તપાસ થાય.દરેક આઇટમના વાસ્તવિક બજારભાવ મેળવી ‘Market Rate vs Tender Rate’ નું ચાર્ટ તૈયાર કરવામાં આવે.ટેન્ડર તૈયાર કરનાર અને મંજૂર કરનાર તમામ સરકારી અધિકારીઓ તેમજ સુરત સ્થિત સંબંધિત કન્સ્ટ્રક્શન એજન્સીના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ થાય.તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ શંકાસ્પદ ટેન્ડર અંતર્ગત થનારી તમામ વિવાદિત ચુકવણીઓ પર તાત્કાલિક નિયંત્રણ કે રોક લગાવવામાં આવે.પ્રાથમિક દસ્તાવેજી તપાસમાં જો સરકારી નાણાંનું નુકસાન કે ભ્રષ્ટાચાર સાબિત થાય તો આ કેસ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અથવા સક્ષમ વિજિલન્સ એજન્સીને સોંપવામાં આવે.
“આ સરકારના નહીં, જનતાના પૈસા છે”ડૉ. નિરવ પટેલે પોતાની રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ રાજકીય કે વ્યક્તિગત આક્ષેપ નથી, પરંતુ પ્રજાના ટેક્સના નાણાંની સુરક્ષાનો સવાલ છે. માત્ર “ટેન્ડર પાસ થઈ ગયું હતું” તેમ કહીને આ ગંભીર બાબતને દબાવી શકાય નહીં. જો તપાસમાં કોઈ ગેરરીતિ બહાર આવે તો નાના કર્મચારીથી લઈને જવાબદાર ઉચ્ચ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કરાર રદ કરવા, બ્લેકલિસ્ટ કરવા અને ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ.
આ સમગ્ર મામલે વલસાડ જિલ્લા કલેક્ટર આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો