ડિટવાસ પો.સ્ટે. વિસ્તારમાં રૂ. ૦૩,૬૭,૯૮૦/- નો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૨૧ તથા કુલ. રૂ. ૧૦,૭૨,૯૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

રીપોર્ટ આસીફ લુણાવાડા 

ડિટવાસ પો.સ્ટે. વિસ્તારમાં રૂ. ૦૩,૬૭,૯૮૦/- નો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૨૧ તથા કુલ. રૂ. ૧૦,૭૨,૯૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓએ પ્રોહિબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં રહેલ.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો ડિટવાસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથભાઇ નાઓને બાતમી મળેલ કે એક મહેન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં પાછળના ભાગે ચોર ખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી નીકળી ઘાસવાડા તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો ડિટવાસ પો.સ્ટે. વિસ્તારના નાની ગોધર ચાર રસ્તા પાસે સદર વાહનની વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબનુ વાહન આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ રસ્તા પર વાહનોની આડાશ કરી બોલેરો પીકઅપ વાહનને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં સદર બોલેરો પીકઅપ વાહનમાં પંચો રૂબરુ ચેક કરતા વાહનની પાછળની ભાગે ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ હોવાનુ જણાય આવતા વાહનને પોલીસ જાપ્તા સાથે ડિટવાસ પો.સ્ટે. લાવી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧૫૨૧ કુલ રૂ.૦૩,૬૭,૯૮૦/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૦,૭૨,૯૮૦/-નો મળી આવેલ જે અંગે ડિટવાસ પો.સ્ટે. ખાતે પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો