કનક
પુરા પાટિયા પાસે હોટલ ની રૂમમાંથી 12 કિલો.31 ગ્રામ પોષ ડોડા નો ભૂકો ઝડપાયો
વિજાપુર પોલીસની કાર્યવાહી, રૂ.1લાખ 85 હજારનો મુદ્દામાલ કબજે; રાજસ્થાનના શખ્સની ધરપકડ વાત્સલ્યમ સમાચાર

સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન કનક પુરા પાટિયા નજીક આવેલી ગુરુકૃપા હોટલ ની રૂમમાંથી પોષ ડોડા નો ભૂકો તથા પાવડર મળી કુલ 12 કિલો 31 ગ્રામ માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુરુકૃપા હોટલમાં રહેતો રાણ સિહ પુંજ રાજ સિંહ રાજપુત (સોઢા પરમાર), મૂળ આટી મલાની, બાડમેર, રાજસ્થાન પોષ ડોડા નો ભૂકો લાવી વેચાણ કરતો હતો. બાતમીના આધારે પોલીસ ટીમે પંચો સાથે હોટલમાં દરોડો પાડતાં પોષ ડોડા ના ટુકડા, ભૂકો તથા પાવડર મળી આવ્યું હતું.
પોલીસે કુલ રૂ.1,80,465 ની કિંમતનો 12 કિલો.31ગ્રામ, પોષ ડોડા નો જથ્થો, એક મોબાઇલ સહિત કુલ રૂ.1,85,465નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.કે. ચૌહાણ, એ.એસ.આઈ ઇન્દ્રવદન વિક્રમસિંહ સહિત વિજાપુર પોલીસ સ્ટાફે કરી હતી.









