MORBI:મોરબી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી વચ્ચે માથક ગામે વીજળી પડતાં માતા-પુત્રનું કરુણ મો*ત

હળવદ:મોરબી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે ગાજવીજ અને તીવ્ર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે, આ વરસાદ સાથે હળવદ પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હળવદ તાલુકાના માથક ગામે વાડીમાં વીજળી પડતા મજૂરી કામ કરી રહેલા માતા અને માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માથક ગામની સીમમાં આવેલી વાડીમાં મનકુબેન નાયક (ઉં.વ. ૨૮) પોતાના ૪ વર્ષના પુત્ર શ્યામ નાયક સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે કડાકા-ભડાકા શરૂ થયા હતા. આ દરમિયાન અચાનક તેમના પર આકાશી વીજળી ત્રાટકતાં માતા-પુત્ર બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને સ્થળ પર જ દમ તોડ્યો હતો.
એક સાથે માતા અને ૪ વર્ષના નિર્દોષ બાળકના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તથા સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ..










