અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, મોડાસા શહેરમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા જળબંબાકાર – સૌથી વધુ બાયડમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
અરવલ્લી જીલ્લામાં સર્વત્ર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જિલ્લાના આકાશે કાળા ડિબાંગ વાતાવરણને પગલે અંધારપટ છવાયો હોય તેવી સ્થિતિ પેદા થઈ હતી ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે પાકને જીવતદાન મળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો જીલ્લા માં શીત લહેર પ્રસરી હતી

અરવલ્લી જીલ્લામાં રવિવાર રાત્રીએ અનેક વિસ્તારોમાં મેઘ મહેર થયા બાદ સોમવારે સવારે આકાશે વાદળોની ઘેરાબંધી પછી પવન સાથે ભારે વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મેઘરજ તાલુકા માં ૭૧ મીમી,બાયડ તાલુકામાં ૬૮ મીમી,મોડાસા તાલુકામાં ૬૦ મીમી ,ધનસુરા તાલુકામાં ૫૮ મીમી, ભીલીડા તાલુકામાં ૩૫ મીમી,શામળાજી તાલુકામાં ૨૬મીમી,સાઠંબા તાલુકામાં ૨૪ મીમી અને સૌથી ઓછો માલપુર તાલુકામાં ૧૫મીમી વરસાદ નોંધાયો હતો મેઘરજ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ના પગલે જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હતું

મોડાસા શહેરમાં સોમવારે સવારે એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચાર રસ્તા,આઈકોનિક બસ પોર્ટ પાછળ,મેઘરજ રોડ પર પાણી ફરી વળતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રોડ રસ્તા પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગણપતિ પંડાલો પાણીમાં તળબોળ બન્યા હતા ભારે વરસાદના પગલે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ફરતા લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા









