TANKARA:ટંકારા મામલતદાર કચેરીમાં ૧૦ દિવસથી ૭/૧૨ના ઉતારા બંધ: ટેકાના ભાવના ફોર્મ ભરવામાં ખેડૂતો અટવાયા, કોંગ્રેસ મેદાને

TANKARA:ટંકારા મામલતદાર કચેરીમાં ૧૦ દિવસથી ૭/૧૨ના ઉતારા બંધ: ટેકાના ભાવના ફોર્મ ભરવામાં ખેડૂતો અટવાયા, કોંગ્રેસ મેદાને

ટંકારા મામલતદાર કચેરીમાં છેલ્લા ૧૦ દિવસથી ૭/૧૨ના ઉતારા નીકળવાનું બંધ રહેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ ટેકાના ભાવે વિવિધ પાકોના વેચાણ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ મહત્વના મહેસૂલી દસ્તાવેજો ન મળવાને કારણે જગતનો તાત ભારે હાલાકી ભોગવી રહ્યો છે. ખેડૂતોની આ સમસ્યાને લઈને આજે ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરવામાં આવી હતી.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુષ્યંત ભૂત, નગરપાલિકા સદસ્ય ગિરીશ ઘેટિયા, ગફાર ભુંગર, જીતેન્દ્ર ગોસ્વામી સહિતના આગેવાનોએ કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સાતબારની કામગીરી સંભાળતા કોમ્પ્યુટર ઓપરેટર સાથે પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, સંબંધિત એજન્સી દ્વારા ઓપરેટરને પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાથી આ કામગીરી ઠપ થઈ ગઈ છે.

એજન્સી અને ઓપરેટર વચ્ચેના વિવાદમાં સામાન્ય ખેડૂતો પીસાઈ રહ્યા છે. ટેકાના ભાવ માટે સમયમર્યાદામાં અરજી કરવી અનિવાર્ય હોવાથી ૭/૧૨ વગર ખેડૂતો સરકારી લાભથી વંચિત રહેવાની ભીતિ સેવાઈ રહીછે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો