MORBI:મોરબીમાં ખવાસ રજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો: તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

નવા ટ્રસ્ટી તરીકે રાકેશભાઈ રાઠોડની નિમણૂક; શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર સાથે ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા આગેવાનોનું માર્ગદર્શન

મોરબી:ખવાસ રજપૂત સમાજ–મોરબી દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે ભવ્ય ‘સરસ્વતી સન્માન સમારંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ કૉલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
સમાજના ટ્રસ્ટી ભરતભાઈ રાઠોડ, હરીશભાઈ જાદવ, હિતેશભાઈ મકવાણા તથા યુવા પ્રમુખ મુળુભાઈ મકવાણાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજનું ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં:
જગદીશભાઈ ગંગારામભાઈ સોલંકી: તાલુકા કારોબારી સદસ્ય (લજાઈ) ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર: કોર્પોરેટર, મોરબી મહાનગરપાલિકા – વિવેક ઉમેશભાઈ પરમાર: GTU ગોલ્ડ મેડાલિસ્ટ – ડૉ. જુહી જીતેન્દ્રભાઈ પરમાર: BHMS – ડૉ. વર્ષા વિજયભાઈ સોલંકી: BAMS

આ પ્રસંગે સમાજના સંગઠનને નવી ઊર્જા અને મજબૂતી આપવા માટે રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડની ખવાસ રજપૂત સમાજના નવા ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી હતી.
સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે મહેનત, શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરી જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરવા પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર સમારંભ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને નવી પેઢીને આગળ વધારવા માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.










