તારીખ ૧૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘી કાંટા રોડ (ચોર મુવાડી) ખાતે શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની પ્રતિમાની વિધિવત અને શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના સાથે સ્થાપના કરવામાં આવી હતી.આ ગણેશ સ્થાપના પ્રસંગે સ્થાનિક રહીશોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને બાળકો અને બાળ ગણેશ ભક્તો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્થાનિક બાળ ભક્તો પોતપોતાની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પોતાના નાના બાળ ગણેશજીની મૂર્તિઓ લઈને મંડપ ખાતે પહોંચ્યા હતા અને મુખ્ય મંડપમાં ગણેશજીની સાથે પોતાની મૂર્તિઓની સ્થાપના કરી હતી.સમગ્ર વાતાવરણ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું અને સ્થાનિકોએ ભક્તિમય માહોલમાં દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.











