વસેડીમાં ઈકો યુનિટી શૈક્ષણિક સંકુલના નવા ભવનનું ભવ્ય ઉદ્ઘાટન

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઈકો યુનિટી શૈક્ષણિક સંકુલના નવા ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સાંસદશ્રી જશુભાઈ રાઠવા તથા પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારણભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નાયબ સચિવ શ્રી કિશોરભાઈ રાઠવા, IFS શ્રી મહેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવા, ટ્રસ્ટીઓ શ્રી ગોપાલભાઈ રાઠવા, શ્રી નિરંજનભાઈ રાઠવા, શ્રી મનુભાઈ રાઠવા, શ્રી મણિલાલ કોલચા, શ્રી વિનોદભાઈ રાઠવા સહિત વિવિધ આગેવાનો, ટ્રસ્ટીગણ, વિદ્યાર્થીઓ અને કર્મચારીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ઈકો યુનિટી શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જ્ઞાનવર્ધક અને ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને લાઇબ્રેરી સહિતની સુવિધાઓનો વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ જ્ઞાન, કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી. આ શૈક્ષણિક સંકુલ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો