વાંસદામાં ક્ષત્રિય સીરવી સમાજનો 20મો ભવ્ય વાર્ષિક મહોત્સવ અને માતાજીના 611મા અવતાર દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા ખાતે ક્ષત્રિય સીરવી સમાજ ટ્રસ્ટ, વાંસદા દ્વારા સમાજનો 20મો ભવ્ય વાર્ષિક ઉત્સવ તથા જગત જનની શ્રી આઈ માતાજીના 611મા અવતાર દિવસની ઉજવણી ભરતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

શનિવારના રોજ સાંજે 7 વાગ્યે ભરતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. દિલીપ મહારાજ દ્વારા આઈ માતાજીની સ્થાપના કરવામાં આવ્યા બાદ ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પવિત્ર પ્રસંગે સમાજના પરિવારોએ માતાજીના દર્શન કરી સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સમાજની એકતા માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભવ્ય ભજન સંધ્યા રહ્યું હતું. રાજસ્થાનના જાણીતા ભજન ગાયક તુલસીરામ એન્ડ પાર્ટી તેમજ સંત સોનુભાઈ મહારાજ દ્વારા આઈ માતાજીના એકથી ચડિયાતા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. મધુર ભજનો અને ભક્તિ સંગીતના તાલે મોડી રાત સુધી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની રહ્યું હતું. ભજન સંધ્યા દરમિયાન સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાઈ ઝૂમી ઉઠ્યા હતા. આઈ માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. બીજા દિવસે સવારે વાર્ષિક સંમેલન અંતર્ગત સમાજની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વર્ષ દરમિયાન થયેલા કામકાજ અને લેખા-જોખા રજૂ કરવામાં આવ્યા હતા. સમાજના વિકાસ, શિક્ષણ, સામાજિક એકતા અને આગામી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજની નવી પેઢીને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમને વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડીલો અને સમાજના આગેવાનોએ શિક્ષણને સમાજની પ્રગતિનું મહત્વનું માધ્યમ ગણાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સીરવી સમાજના આગેવાનો, પરિવારજનો અને આમંત્રિત મહેમાનો, શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.આ સમગ્ર આયોજનથી વાંસદામાં ભક્તિ, સામાજિક એકતા અને શિક્ષણના સંદેશ સાથે ક્ષત્રિય સીરવી સમાજની એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. સમાજના આગેવાનો તથા આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ, કાર્યકરો અને સમાજજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

Horoscope

Weather

વધુ વાંચો

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો