શહેરામાં પદયાત્રીઓ માટે અન્નપૂર્ણા વિસામાનો ૨૪મા વર્ષમાં મંગલ પ્રવેશ

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં અંબાજી દર્શનાર્થે જતા અંબાભક્તો અને પદયાત્રીઓની સેવા માટે કાર્યરત પરંપરાગત ‘અન્નપૂર્ણા વિસામો’ આ વર્ષે તેના ૨૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યો છે. છેલ્લાં ૨૩ વર્ષથી સતત સેવા આપતો આ વિસામો શહેરાની ઉજ્જવળ સેવાભાવી પરંપરાનું એક અનન્ય પ્રતિક બની રહ્યો છે.‘સેવા એ જ સાધના’ના ભાવ સાથે કાર્યરત આ અન્નપૂર્ણા વિસામા ખાતે દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ગરમ ભોજન, રાત્રિ રોકાણ તથા આરામની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબી પગપાળા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને થતા થાક કે નાની-મોટી શારીરિક તકલીફો માટે પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.સ્થાનિક સેવાભાવી નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના અભૂતપૂર્વ સહયોગથી આ સેવા યજ્ઞ નિરંતર ચાલી રહ્યો છે. વિસામા ખાતે આવતા તમામ પદયાત્રીઓનું ભાવપૂર્વક સ્વાગત કરીને તેમની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી ભક્તો પોતાની આગળની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી શકે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

Horoscope

Weather

વધુ વાંચો

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો