ઓગડ તાલુકાના થરા ખાતે તેરવાડીયાવાસ મા રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી.

ઓગડ તાલુકાના થરા ખાતે તેરવાડીયાવાસ મા રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી.

ભાદ્રપદ કે પછી ભાદરવા મહિના ની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી નો પાવન પર્વ ઉજવવામાં આવે છે.આ દિવસે આ ઉત્સવની તૈયારી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર તેનું સમાપન થાય છે.ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી ૧૪ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ છે.આ ઉત્સવને લઈ ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે અનેક સ્થળોએ ગણેશ ચતુર્થીને લઈ વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી જેમાં તેરવાડીયાવાસ ખાતે શ્રી ગણપતિ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ગણપતિ દાદાની મૂર્તિ લાવી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે મુર્તિ લાવી ને શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચાર સાથે ઠાકોર કેશાજી ગંભીરજી ના નિવાસ સ્થાને આરતી ઉતારી તેરવાડીયા પરિવારની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ઢોલ નગર સાથે ગણેશજીની શોભાયાત્રા બાદ તેરવાડિયાવાસ ખાતે (ચોરામાં) મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.ત્યાર બાદ નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર ગં.સ્વ.મમતાબેન ઓધારજી તેરવાડીયા પરિવર દ્વારા આરતી ઉતારવામાં આવેલ.ઠાકોર સમાજ તેરવાડીયા પરિવાર સહીત ભાવિક ભક્તો દાદાના દર્શન માટે વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રસાદ સૌ છુટા પડ્યા હતાં.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

Horoscope

Weather

વધુ વાંચો

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો