MORBI:મોરબીમાં કોપર સ્ક્રેપના નામે લાખોની ઠગાઈ આચરતી ટોળકીના ૪ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીમાં કોપર સ્ક્રેપના નામે લાખોની ઠગાઈ આચરતી ટોળકીના ૪ શખ્સો ઝડપાયા

મોરબી:શહેરમાં સસ્તા ભાવે ભંગાર આપવાના બહાને વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીનો મોરબી સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગણતરીના દિવસોમાં ચાર આરોપીઓને ઝડપી પાડી ₹૧૦.૫૦ લાખની રોકડ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

આરોપીઓએ ભંગારનો વેપાર કરતા સ્થાનિક વેપારી અને તેમના સાથીદારનો સંપર્ક કર્યો હતો.સસ્તા ભાવે કોપર વાયરનો ભંગાર આપવાની લાલચ આપી વોટ્સએપ પર માલના ફોટોગ્રાફ્સ મોકલી વેપારીને વિશ્વાસમાં લીધા હતા.સોદો નક્કી થયા બાદ એડવાન્સ પેમેન્ટના નામે જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ ₹૧૫,૯૮,૭૨૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા.

નાણાં મેળવી લીધા બાદ માલની ડિલિવરી ન આપી આરોપીઓએ છેતરપિંડી આચરી હતી.ભોગ બનનાર વેપારીએ તુરંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ નિતેષભાઈ લાભુભાઈ કુંઢીયા (ઉં.વ. ૩૨) ઈરફાન કાસમભાઈ ઉઠમણા (ઉં.વ. ૩૨) વાહીદ આદમભાઈ ઠેબા (ઉં.વ. ૩૦) કમલેશ ઉર્ફે મયુર જગજીવનભાઈ સીંદલ (ઉં.વ. ૪૦)

પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી ₹૧૦,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે તેમજ આ ટોળકીએ અન્ય કોઈ વેપારીઓને નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો