MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ચિલ્ડ્રન હોમ બોયઝ – શિશુ ગૃહની મુલાકાત લઈ આશ્રિત બાળકો સાથે પ્રત્યક્ષ સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કર્યો

મોરબી તા.૧૬ સપ્ટેમ્બર – જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા પરમ પૂજય કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ અને શિશુ ગૃહની મુલાકાત અને ચકાસણી કરવામાં આવી હતી

કલેકટરશ્રીએ સંસ્થામાં આશ્રિત બાળકો સાથે પ્રત્યક્ષ સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. તેઓએ બાળકોના રહેઠાણ, સલામતી અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ અંગે વ્યક્તિગત પ્રતિભાવો મેળવ્યા હતા.
કલેકટરશ્રીએ દ્વારા બાળકોના નિયમિત મેડિકલ ચેક-અપ અને આરોગ્ય વિષયક ફાઈલોની ચકાસણી કરવામાં આવી હતી. સંસ્થા ખાતે પ્રાથમિક સારવારની સુવિધા અને તબીબી સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. બાળકોના શાળાકીય અભ્યાસ, હાજરી અને શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.

બાળકોને પૂરતું શૈક્ષણિક સાહિત્ય તથા માર્ગદર્શન મળે છે કે નહીં તે અંગે સ્ટાફ પાસેથી માહિતી મેળવાઈ હતી. બાળકોને અપાતા ખોરાકની ગુણવત્તા અને મેનૂ ની ચકાસણી કરી હતી. સંસ્થાનું મકાન, રૂમોની સ્વચ્છતા, હવા-ઉજાસ, પીવાના સ્વચ્છ પાણીની સુવિધા અને શૌચાલય/સ્નાનાગારની ભૌતિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનું પ્રવેશ રજિસ્ટર, દૈનિક હાજરી પત્રક અને વાર્ષિક હિસાબી રજિસ્ટર તપાસવામાં આવ્યા. પોર્ટલ પર સંસ્થાના ડેટા અને બાળકોની વિગતો નિયમિત અપડેટ થાય છે કે કેમ તેની ખાતરી કરી હતી.








