વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓનો હક્ક માટે હાકલ,આદિવાસીઓના જળ, જંગલ, જમીન સહિત બંધારણીય અધિકારોના અમલીકરણની માંગ સાથે સાગબારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું,

વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓનો હક્ક માટે હાકલ,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 4100;
AI_Scene: (-1, -1);
aec_lux: 37.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 32;

વાત્સલ્યમ સમાવમચર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

આદિવાસીઓના જળ, જંગલ, જમીન સહિત બંધારણીય અધિકારોના અમલીકરણની માંગ સાથે સાગબારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું

 

સાગબારા:

યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા જાહેર કરવામાં આવેલા ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સાગબારા ખાતે આદિવાસી સમાજના હક્કો અને બંધારણીય અધિકારોના અમલીકરણની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને સાગબારા મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં જળ, જંગલ અને જમીન, ખેતીની જમીન, રહેણાંક, શિક્ષણ, આરોગ્ય, નોકરી-ધંધા અને રોજગાર સહિતના અનેક પ્રશ્નો વર્ષોથી યથાવત છે. આદિવાસીઓને મળેલા બંધારણીય અને કાયદાકીય અધિકારોનો સંપૂર્ણ અમલ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

 

આવેદનપત્રમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી:

 

1. વન અધિકાર અધિનિયમ હેઠળની બાકી દાવાની ફાઇલોનો તાત્કાલિક નિકાલ કરી સંપૂર્ણ અમલીકરણ કરવું.

2. આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારોનું રક્ષણ કરવું.

3. વન અધિકાર અધિનિયમ હેઠળની તમામ પડતર ફાઇલો તાત્કાલિક મંજૂર કરવી.

4. બાકી ખેડૂતોને નવા દાવાના ફોર્મનું વિતરણ કરી દાવા સ્વીકારવાની કાર્યવાહી કરવી.

5. આદિવાસીઓને જાતિના દાખલા સરળતાથી મળે તથા બિન-આદિવાસીઓને આપવામાં આવેલા ખોટા દાખલાઓ રદ કરવા કાર્યવાહી કરવી.

6. આદિવાસી સંબંધિત સમિતિઓમાં આદિવાસી મંત્રી તથા અધિકારીઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું.

7. ભારતના બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિનો સંપૂર્ણ અમલ કરવો.

8. ઉચ્ચ શિક્ષણમાં ફ્રીશીપ કાર્ડ અને સ્કોલરશિપ સમયસર આપવી તથા તેની કાયમી વ્યવસ્થા કરવી.

9. વૃદ્ધ અને વિધવા પેન્શન સમયસર મળે તેમજ પેન્શનની રકમ રૂ.૧૨૦૦થી વધારી રૂ.૩૦૦૦ કરવાની માંગ.

10. ગરીબ આદિવાસી રેશનકાર્ડ ધારકોને થયેલા APL વર્ગીકરણની સમીક્ષા કરી પાત્ર પરિવારોને BPL સુવિધા હેઠળ સસ્તા ભાવે અનાજ આપવું.

11. સાગબારા, દેડિયાપાડા, ચીકદા સહિતના આદિવાસી વિસ્તારોમાં APMC કાર્યરત કરી ખેડૂતોના કાચા-પાકા માલની યોગ્ય ખરીદી તથા ટેકાના ભાવ જાહેર કરવા.

12. સાગબારા તાલુકાના ૧૨ ગામના વન અધિકાર હેઠળ ખેતી કરતા ખેડૂતોને વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપ વચ્ચે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવું.

 

આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ માત્ર એક દિવસ પૂરતી માંગ નથી, પરંતુ આદિવાસીઓના બંધારણીય હક્કો અને અધિકારોના વાસ્તવિક અમલીકરણ માટેની લાંબા સમયથી ચાલી આવતી માંગ છે. સરકાર દ્વારા આવેદનપત્રમાં રજૂ કરાયેલા તમામ મુદ્દાઓની તાત્કાલિક અમલવારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આપવામાં આવેલા આ આવેદનપત્ર થકી આદિવાસી સમાજે “જળ, જંગલ અને જમીન સાથે બંધારણીય હક્કોનું રક્ષણ કરો” તેવી સ્પષ્ટ માંગ સરકાર સમક્ષ મૂકી હતી.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

*જામનગરમાં મહાવીર નગરમાં ગટરના ઢાંકણામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર* *રણજીત સાગર રોડના મહાવીરનગરમાં અજાણી મહિલા શિશુને ત્યજી પલાયન થઈ ગયાની આશંકા : પોલીસ ઘટના સ્થળે દોડી, લોકોના ટોળાં એકઠાં*

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો