વઘઇની ડાંગ મિત્ર લાઇબ્રેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓને માર્ગદર્શન અપાયુ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે આવેલી ડાંગ મિત્ર લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પી.આઇ.કિરણભાઈ પાડવી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને અભ્યાસ, પરીક્ષાલક્ષી આયોજન, સમયનું યોગ્ય વ્યવસ્થાપન તેમજ મહેનત અને શિસ્તના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.પી.આઇ. કિરણ પાડવીએ યુવક-યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે સતત અભ્યાસ, યોગ્ય દિશામાં પ્રયત્નો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહીને જ્ઞાન અને કૌશલ્યમાં સતત વધારો કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ડાંગ મિત્ર લાઇબ્રેરીના સંચાલક બ્રિજેશ ઠાકર તેમજ ટ્રેકર દિવ્યેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓએ માર્ગદર્શન મેળવ્યું હતુ અને અભ્યાસ સંબંધિત વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી..

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો