dahod:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ શિબિર યોજાઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે સ્વ-રક્ષણ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ શિબિરમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારી
જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ ગરબાડાના નાયબ મામલતદાર વી. સી. ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, જેવી કે પૂર, ભૂકંપ, આગ અકસ્માત વગેરે સમયે રાખવાની સાવચેતીઓ અને સુરક્ષાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ ૩૯૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આપત્તિ વ્યવસ્થાપનની વિવિધ તકનીકો અંગે તાલીમ મેળવી હતી.કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અધિકારીઓના આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો









