અરવલ્લી : કોંગ્રસે મોડાસા ચાર રસ્તાથી ડૉ.બાબા સાહેબની પ્રતિમા સુધી રેલી યોજી જ્ઞાનેશ કુમારને હટાવવા ઉગ્ર માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : કોંગ્રસે મોડાસા ચાર રસ્તાથી ડૉ.બાબા સાહેબની પ્રતિમા સુધી રેલી યોજી જ્ઞાનેશ કુમારને હટાવવા ઉગ્ર માંગ

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા શહેરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.મોડાસા ચાર રસ્તાથી રેલી યોજી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પદયાત્રા કરી હતી કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મ્હોરા પહેરી વોટ ચોર જ્ઞાનેશ કુમારના નારા લગાવી તેમને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી હતી

મોડાસા શહેરના હાર્દસમાં ચાર રસ્તા પર આવેલા મહાલક્ષ્મી ટાઉન હોલ થી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જનજાગૃતિ પદયાત્રા યોજી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવેની માંગ કરી હતી જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે મોદી અને અમિત શાહના ઈશારે વોટ ચોરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો રેલી માં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ભારે વિરોધ નોંધવી સૂત્રોચ્ચાર કર્યો હતો આ પદયાત્રામાં કોંગ્રેસના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો