જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અરજદારોના પ્રશ્નો સાંભળી ત્વરિત અને સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રી દ્વારા અધિકારીઓને અપાઈ સૂચના

જામનગર

(નયના દવે દ્વારા)

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી નિયમોનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

 

આ બેઠકમાં જમીન માપણી, રોડ રસ્તાના કામ, જાતીના દાખલા કાઢી આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

 

આ પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર શ્રી એમ.વી.દેસાઈ, એ.એસ.પી. શ્રી પ્રખરકુમાર, પ્રાંત અધિકારી શ્રી સંધ્યાબેન હેરમા, નાયબ કલેકટર શ્રી રિદ્ધિ રાજ્યગુરુ, એ.જે.રાજપૂત સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો