પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
*ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરાયા*
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રધાનમંત્રીશ્રી તરીકેના ૨૫ વર્ષના સફળ અને નિષ્ઠાપૂર્વકના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સેવા સંકલ્પ અભિયાન” યોજાઈ રહ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત અણિયાદ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક,શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, તેમજ તાલુકા પ્રમુખ વિક્રમભાઈ સહિતના પદાધિકારીઓ અને રાજકીય-સામાજિક અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી અને તેમના સર્જનાત્મક વિચારોને બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા.
આયોજિત ચિત્ર સ્પર્ધામાં શાળાના બાળકોએ પોતાની કલ્પના અને સપનાઓને રંગો દ્વારા કેનવાસ પર સુંદર રીતે વ્યક્ત કર્યા હતા, જેને નિહાળીને સૌ ઉપસ્થિત મહાનુભાવો મંત્રમુગ્ધ બન્યા હતા. વકૃત્વ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સેવાકાળ અને રાષ્ટ્રનિર્માણના વિચારો પર પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર શાળા પરિવાર, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહસભર અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.









