દાહોદના છાપરી રોડ પર આવેલી શિવ ક્વોરીના ડામર પ્લાન્ટની ટાંકીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

તા.૨૫.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના છાપરી રોડ પર આવેલી શિવ ક્વોરીના ડામર પ્લાન્ટની ટાંકીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

દાહોદ શહેરના છાપરી રોડ પર આવેલી શિવ ક્વોરીના ડામર પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટની ટાંકીમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.​ઘટના અંગે સ્થાનિકો દ્વારા ત્વરિત જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.​સમયસર ફાયર બ્રિગેડની કામગીરી અને સ્થિતિ પર મેળવાયેલા કાબૂને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, જેથી સ્થાનિકો અને પ્લાન્ટ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો