
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ૧૪ સ્થળે કાર્યવાહી કરી રૂ. ૨,૩૦૦નો દંડ વસૂલાયો

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ કક્ષ દ્વારા હિંમતનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાનના ગલ્લા અને તમાકુ વેચાણ કેન્દ્રો પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
તમાકુ નિયંત્રણ અધિનિયમની કલમ-૬ અંતર્ગત ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોને તમાકુની બનાવટોનું વેચાણ ન થાય તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ ન થાય તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૧૪ સ્થળે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૨,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સાથે જ વેપારીઓ તથા નાગરિકોને તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી નુકસાન અંગે જરૂરી માર્ગદર્શન આપી જનજાગૃતિ કરવામાં આવી હતી.
જિલ્લા તમાકુ નિયંત્રણ કક્ષ દ્વારા નાગરિકોને તમાકુના સેવનથી દૂર રહેવા તથા પરિવાર અને સમાજમાં તમાકુના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા









