જામનગરમાં વિશાલ હોટેલ પાછળ સપોર્ટ કોમ્પ્લેક્સના બાંધકામ સ્થળે રોલરમાં આગ ભભૂકી

જામનગરમાં વિશાલ હોટેલ પાછળ સપોર્ટ કોમ્પ્લેક્સના બાંધકામ સ્થળે રોલરમાં આગ ભભૂકી

ફાયર વિભાગની ટીમે તાત્કાલિક દોડી જઈ ૨,૦૦૦ લીટર પાણી અને ૧૫ લીટર ફોમનો ઉપયોગ કરી આગ પર કાબૂમેળવ્યો

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૧૬ : જામનગર શહેરમાં વિશાલ હોટેલની પાછળ આવેલા સપોર્ટ કોમ્પ્લેક્સના બાંધકામ સ્થળે આજે બપોરે રોલરમાં આગ લાગવાની ઘટના બનતાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે બપોરે ૩:૪૫ વાગ્યે કંટ્રોલ રૂમમાં ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા નો કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

વિશાલ હોટેલની પાછળ સપોર્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલી રહ્યું છે, તે સ્થળે કામકાજ દરમિયાન રોલરમાં આગ લાગી હોવાની જાણ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના જરૂરી સાધનસામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટિંગ શરૂ કર્યું હતું.

ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવા માટે આશરે ૨,૦૦૦ લીટર પાણી અને ૧૫ લીટર ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર કર્મચારીઓએ જરૂરી કામગીરી હાથ ધરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આમ, કંટ્રોલ રૂમમાં કોલ મળ્યા બાદ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો