MORBI:મોરબી નવરાત્રી મહોત્સવમાં બેદરકાર કારચાલકનો આતંક, CCTV તપાસી કડક પગલાં ભરવા VHP–બજરંગ દળની માંગ

MORBI:મોરબી નવરાત્રી મહોત્સવમાં બેદરકાર કારચાલકનો આતંક, CCTV તપાસી કડક પગલાં ભરવા VHP–બજરંગ દળની માંગ

મોરબીમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબીના આયોજન સ્થળે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની એક ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પૂરપાટ ઝડપે આવેલી એક સ્કોર્પિયો કાર સીધી બાળાઓ બેઠી હતી તે દિશામાં ઘૂસી જતાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ભારે રોષ વ્યક્ત કરી પોલીસ તંત્ર સમક્ષ જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગણી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાત્રે મોરબીમાં ગરબીના આયોજન સ્થળે જ્યાં બાળાઓ બેઠી હતી, ત્યાં એક અજાણ્યા ચાલકે પૂરપાટ ઝડપે અને અત્યંત બેદરકારીપૂર્વક સ્કોર્પિયો કાર ચલાવી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ધાર્મિક પર્વ દરમિયાન બનેલી આ ઘટનાથી ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને આયોજકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોડી રાત્રે જ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આયોજકો સાથે બેઠક યોજી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. ત્યારબાદ સંગઠનના પ્રતિનિધિઓએ પોલીસ પ્રશાસનનો સંપર્ક કરી સમગ્ર મામલે ત્વરિત અને દાખલારૂપ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

સંગઠને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતાં જણાવ્યું હતું કે, નવરાત્રી એ શક્તિની ઉપાસના અને આસ્થાનો તહેવાર છે. જો કોઈ શખ્સ નશાની હાલતમાં કે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને નાગરિકો, મહિલાઓ કે બાળાઓની સુરક્ષા જોખમમાં મૂકશે તો તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સમગ્ર મોરબીમાં તમામ ગરબી આયોજકોની સુરક્ષા માટે સંગઠન સાથે ઊભું છે.

CCTV તપાસી કડક કાર્યવાહી અને બંદોબસ્ત વધારવા માંગ – વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે:સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરી આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી કરવામાં આવે.તપાસમાં દોષિત સાબિત થનાર કારચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.નવરાત્રીના બાકીના દિવસો દરમિયાન તમામ ગરબી સ્થળો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી ભાવિકો નિર્ભય બનીને તહેવાર ઉજવી શકે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો