સુરત જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગમાં કંટાળીના જ્યેશભાઈ ઉમેરકરની મહામંત્રી તરીકે નિમણૂક થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ

સુરત: સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગમાં બારડોલી તાલુકાના કંટાળી ગામના શ્રી જ્યેશભાઈ ભરતભાઈ ઉમેરકરની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરીની ભલામણ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી ભૂમનભાઈ ભટ્ટની મંજૂરીથી કરવામાં આવી હોવાનું નિમણૂક પત્રમાં જણાવાયું છે.

 

સુરત જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ભંડારીએ જ્યેશભાઈ ઉમેરકરને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે અને કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત તથા પ્રગતિશીલ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

 

જ્યેશભાઈ ઉમેરકરની આ નિમણૂકથી કંટાળી ગામ સહિત બારડોલી તાલુકાના કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નવી જવાબદારી સાથે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષની વિચારધારા, સંગઠનની પ્રવૃત્તિઓ અને જનતાના પ્રશ્નોને લોકો સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

આ નિમણૂક બદલ જ્યેશભાઈ ઉમેરકરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. હવે તેઓ પોતાની નવી જવાબદારી કેવી રીતે નિભાવે છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કેવું યોગદાન આપે છે તેના પર સૌની નજર રહેશે.

 

રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો