ખારીયા ખાતે બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા યજ્ઞ પૂજા તથા શુભેચ્છા સ્નેહ મિલન સમારોહ યોજાયો..

ખારીયા ખાતે બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા યજ્ઞ પૂજા તથા શુભેચ્છા સ્નેહ મિલન સમારોહ યોજાયો..

બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ એવમ ગુજરાત સરકારના પૂર્વમંત્રી કીર્તિસિંહ વાઘેલાની થોડા સમય પહેલાં તબિયત નાદુરસ્ત થતા અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ સારવાર દરમ્યાન તબિયત સ્વસ્થ થતા તેવો ફરી લોક સેવા માટે લોકો ની ચિંતા કરી ફરી લોકોના કામ કરવા આગળ આવ્યા હતા અને લોકોનો સંપર્ક અવિરત જળવાઈ રહે તે માટે ઓગડ તાલુકાના ખારીયામા આવેલ પોતાના શ્રી ઓગડજી ફાર્મ હાઉસ ખાતે યજ્ઞ પૂજા તથા શુભેચ્છા સ્નેહમિલન સમારોહનું આયોજન ૧૮ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું.આ અવસરે એક અનોખી પહેલ જોવા મળી કે સ્નેહમિલન પૂર્વે ભાજપ અધ્યક્ષ દ્વારા સગા સ્નેહીજનોને જાણ કરાઈ હતી કે બોલમણાની પ્રથા બંધ હોવાથી કોઈપણ શુભેચ્છકે શાલ,ફૂલહાર કે રોકડ રકમ લાવવી નહીં.આં પહેલ આવનારી ભાવી પેઢી માટે પ્રેરણાદાયી રહેશે.અવસરે બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખદેવસિંહજી સોઢા, બ્રહ્મ સમાજના આગેવાન હરગોવનભાઈ શિરવાડીયા, APMC થરા ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,બ.કાં. જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરિયા,ઘી ઓગડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન હર્ષદભાઈ શાહ,વાઈસ ચેરમેન રંગુજી રાઠોડ,મેનેજર તેજાભાઈ દેસાઈ,ઝેણુભા વાઘેલા વડા, ભરતસિંહ વાઘેલા ભલગામ,પ્રધાનજી ખીમાણા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, ઓગડ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જોષી, કાંકરેજ ભાજપા મંડળ સહકારિતા સેલના રમેશભાઈ જોષી, વસંતભાઈ પોલીસ અમીરગઢ, મહેશભાઈ પ્રજાપતિ (ઊંઝિયા) કસલપુરા સહીત સગા સ્નેહજનો, સામાજિક -રાજકીય આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ આપેલ.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો