જામનગરમાં આગામી ૨૦ ઓક્ટોબરે વિજયાદસની ના પર્વ ઉપર પરંપરાગત રાવણદહન યોજાશે

જામનગરમાં આગામી ૨૦ ઓક્ટોબરે વિજયાદસની ના પર્વ ઉપર પરંપરાગત રાવણદહન યોજાશે

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું દહન કરાશે  સાત દાયકાથી વધુ સમયથી ઉજવાતી પરંપરાને જાળવવા સિંધી સમાજની તૈયારીઓ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર ૧૮, અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૦ ઓક્ટોબર, મંગળવારના રોજ પરંપરાગત રાવણદહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાવણ ઉપરાંત મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું દહન કરવામાં આવશે.
જામનગરમાં સાત દાયકાથી વધુ સમયથી ઉજવાતી આ પરંપરાને જાળવી રાખવા દશેરા કમિટી અને સિંધી સમાજના સ્વયંસેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમને ભવ્ય અને યાદગાર બનાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં વાંસ, કાગળ અને શણ જેવી પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. પરંપરા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો